રોગ દૂર કરવા માંગો છો? તો કબજીયાતથી મુક્તિ જરૂરી છે!
રોગ દૂર કરવા માંગો છો? તો કબજીયાતથી મુક્તિ જરૂરી છે!

રોગ દૂર કરવા માંગો છો? તો કબજીયાતથી મુક્તિ જરૂરી છે!

કબજિયાત એ એક એવો રોગ છે કે ૫૦ માંથી ૩૫% લોકોને જોવા મળતો હોય છે. આયુર્વેદ માને છે કે બધા જ રોગોનું મૂળ પેટની ગરબડી અને કબજિયાતમાં રહેલું છે. એટલે તો આપણામાં કહેવત છે કે “પેટ સફા તો સબ નફા હી નફા’” મૂળભૂત રીતે જોવા જઈએ તો કબજીયાત છે. ભારત દેશમાં ધણા બધા લોકો આ રોગથી પીડીત.

કબજિયાત થવાના કારણોની ચર્ચા કરીએ તો હાજતનો વેગ આવ્યો હોય છતાં કોઈ કારણોસર વારંવાર હાજત ટાળવાથી આંતરડાની સંવેદના ઘટી જાય છે. જેનાથી કબજીયાત થઈ શકે છે. ભોજનનો સમય નિશ્ચિત ન રાખવાથી પણ આ રોગ થવાની સંભાવના રહે છે. ઘણી વખત આજના ઝડપી યુગમાં હાજત માટે જેટલો સમય જોઈએ તેટલો ફાળવી શકાતો નથી પરિણામે કબજીયાત થતી જેવા મળે છે.

આ ઉપરાંત ઉજાગરા ચિંતા ઉપવાસ અનિદ્રા, મેદાની બનાવટ તીખા પદાર્થોનું સેવન વગેરે પણ કબજીયાત ને આમંત્રણ આપે છે. કબજીયાત આંતરડાને કોઈ સીધો સંબધ નથી.

કબજીયાતનો આધાર મોટા આંતરડાની મંદ ગતિ ઉપર છે. આંતરડાની ગતિ સમ હોય તો મળનું પાકવું અને સાફ થવું. બિલકુલ બરાબર રીતે થાય છે. પણ તેની મંદ ગતિ હોય તો મળનો જથ્થો મોટા આંતરડામાં વધારે સમય સુધી પડી રહે. તેથી તેમાં રહેલું પાણી વધારે સમય સુધી શોષાય જાય છે. જો ગતિ વધારે ઝડપી હોય તો પાણીમાં શોષાતું નથી તેથી પણ કબજીયાત થાય છે.

આ ઉપરાંત કેટલીકવાર ખોરાક બદલાવાથી સંજોગો અને વાતાવરણ બદલાવાથી આબોહવાના ફેરફારથી તો ઘણીવાર લોહતત્વવાળી દવાઓના સેવનથી પણ કબજીયાત થઈ શકે છે. માનસિક રોગની દવાઓ પણ ઘણી વખત કબજીયાત કરે છે. હાઈપો થાઈરોડીઝમ કોનીક કોલાઈટીસ, જેવા રોગો તેમજ ઘડપણમાં આવનાર અશક્તિથી પણ ઘણીવાર આંતરડા નબળા થાય છે.

રોગ દૂર કરવા માંગો છો? તો કબજીયાતથી મુક્તિ જરૂરી છે!
રોગ દૂર કરવા માંગો છો? તો કબજીયાતથી મુક્તિ જરૂરી છે!

આ ઉપરાંત ઘણીવાર સ્ત્રીઓને સુવાવડ પછી પેટના મસલ્સ ઢીલા પડી જતા હોવાથી આ તકલીક રહે છે. ઘણા લોકોને સવારે સ્નાન પછી કે ચા નાસ્તો કર્યા બાદ જ હાજત જવાની ટેવ હોય છે. જેને ગેસ્ટ્રીકોલીક રીફલેક્સ કહેવાય છે.

આપણા શરીરની રચના એવી છે કે મોટા આંતરડા ઉપર હોજરી આવેલી છે, તે જ હોજરીમાં ખોરાક જાય એટલે નીચેના મળ ભરેલા આંતરડામાં જો થાય છે. જેથી હાજતનો વેગ આવે છે. આને કુટેવ ન ગણવી. પરંતુ ઘણીવાર કેટલાક લોકો તમાકુ સીગારેટ કે બીડર્ડો પીવે પછી જ તેમને મળ સાફ એવું માનતા હોય છે. આવા બિનજરૂરી વ્યસનોથી ભવિષ્યમાં નુકસાન વધુ થાય છે. વળી પાશ્ચાત સંસ્કૃતિનું અનુકરણ કરીને આપણા દેશમાં સીટકમોડનું ચલણ વધી રહ્યું છે.

પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ દેશી સંડાસ વધારે સારા છે. કારણ કે તેથી મોટા આંતરડા ઉપર પગના સાથળથી દબાણ આવે છે. અને મળ સારી રીતે ઉતરી જાય છે.

કબજીયાતની સારવાર માટે નીચેના ઉપાયોનું સૂચન કરું છું.

  • (૧) ખૂબ પાણી પીવું.
  • (૨) પેટની કસરત કરવી.
  • (૩) સવારે નાહ્યા-ધોયા પછી પણ હાજત થાય તો તેને રોકવી નહીં. મળ વિસર્જન કરીઆવવું. તેની અવગણના કરવી નહીં.
  • (૪) કાયમ ફાકી કે ગોળી લેવાની ટેવ ન પાડો પણ ખોરાકમાં ફેરફાર કરો. પ્રવાહી લેવાનું રાખો.
  • (૫) છાલ સહીત તાજા ફળો ધોઈ ખાવાનો આગ્રહ રાખો.
  • (૬) ગાજર મૂળા રતાળુ સૂરણ બીટ જેવા કંદમૂળ વાપરો.
  • (૭) સુકા મેવો ખજુર ખારેક કોપરુ વગેરે ખોરાકમાં લેવાનો આગ્રહ રાખવો.

ઉપરોક્ત દરેક ખોરાકમાં ફાઈબર વધારે હોય છે. જે મળના નાનામાં નાના કણને પણ ખેંચી લાવે છે. આ ડાયેટરી ફાયબર આંતરડાના રસોથી પચી શકતા નથી તેથી તે મળનું પ્રમાણ વધારે છે. અને ઝાડાને ખુલાસીને ઉતારી દે છે.

આમ માત્ર ખોરાકમાં ફેરફાર કરવાથી કબજીયાતનો પ્રશ્ન ઉકેલાઈ જશે. ઉપરોક્ત સાવધાની રાખવા છતાં પણ જો કબજીયાત રહેતી હોય તો નિષ્ણાંત વૈદ્યની સલાહ મુજબ સારવાર શરૂ કરવી જોઈએ.

આયુર્વેદિક ઔષધોમાં હરડે ચૂર્ણ, શિવાચૂર્ણ, ત્રિફલા ચૂર્ણ વગેરે માંથી કોઈ પણ એક વૈદ્યની સલાહ મુજબ લેવું આ ઉપરાતં દીપન-પાચન ઔષધો પણ વૈદ્યની સલાહ મુજબ લઈ શકાય છે. આયુર્વેદમાં દર્શાવેલ ઉષઃપાનનો પ્રયોગ પણ કબજીયાત માટે શ્રેષ્ઠ ઉપાય છે.

જીવનમાં ખોરાક જો સ્વાદ માટે નહીં પણ પોષણ માટે લેવાયતો પેટના તમામ રોગ અને કબજીયાતમાંથી સો ટકા રાહત પ્રાપ્ત થાય છે.

– જહાનવીબેન ભટ્ટ

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *