Summer Skincare Tips to Protect Your Glow
Summer Skincare Tips to Protect Your Glow

ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્વચા તેમજ ખૂબસૂરતી જાળવી રાખવાના ઉપાય

ઉનાળામાં નાળામાં બળબળતા તાપની સીધી જ – અસર ત્વચા અને સુંદરતા પર પડે છે. અહીં તેને દૂર કરવાના સરળ ઉપાય આપવામાં આવ્યા છે.

ઉનાળાની ગરમીમાં ત્વચા અને સુંદરતા સાચવવી છે? અજમાવો આ રીતો

Summer Skincare Tips to Protect Your Glow
Summer Skincare Tips to Protect Your Glow

કલીજિંગ:

ગરમીમાં ત્વચા પર સૂર્યના આકરા કિરણો પડતા હોવાથી અધિક કાળજીની આવશ્યકતા હોય છે. ઉનાળામાં લિંજિંગ ક્રીમના સ્થાને મોઇશ્ચરાઇઝિંગ સાબુનો ઉપયોગ કરવો જેથી ત્વચા પર કાળઝાળ ગરમીનો દુષ્પ્રભાવ ઓછો પડે.

બદામના તેલને ક્લિજિંગ તરીકે ઉપયોગમાં લેવું ટામેટાની પ્યુરી ચહેરા પર લગાડવી. આમલીને ગરમ પાણીમાં થોડી વાર પલાળી રાખી તેને રગડી ચહેરા પર લગાડવું. આ એક ઉત્તમ ક્લિન્જરની સાથેસાથે એન્ટિસેપ્ટિક અને એસ્ટ્રીજન્ટ પણ સાબિત થશે.

ફેસ માસ્ક:

ઇંડાની સફેદીને ફીણી લેવી. તેમાં એક ચમચો મધ ભેળવવું. ચહેરા પર ૧૫ મીનિટ સુધી લગાડી હુંફાળા પાણીથી ધોઈ નાખવું. તૈલીય ત્વચા માટે ઇંડાની સફેદોમાં લીંબુનો થોડો રસ, ભેળવી ચહેરા પર લગાડવું.

મધુનો માસ્ક ત્વચા માટે ઉત્તમ સ્ત્રોત છે. ઇંડાની જરદીમાં એક ચમચો મધ અને એક ચમચો જૈતુનનું તેલ ભેળવી ચહેરા પર લગાવું. જવના લોટમાં એક ચમચો દૂધ ભેળવી ચહેરા અને દરદન પર લગાડવું અને ૧૫ મીનિટ પછી ધોઈ નાખવું. આ પ્રોટીન માસ્ક છે અને બ્લીચનું પણ કામ કરે છે.

આંખની કાળજી:

ટી બેગ્સ અથવા ચાની ભુક્કીને ઠંડા પાણીમાં ભીંજવી આંખ પર રાખવી. જેથી આંખની આસપાસના કાળા કુંડાળા દૂર થાય છે તેમજ ગરમીમાં રાહત થાય છે.

કાકડીની સ્લાઇસને આંખ પર મુકવાથી ઠંડક મળે છે. લાબજળમાં રૂના પૂમડાને ભીંજવી ૧૦ મીનિટ સુધી આંખ પર રાખવાથી થાક ઉતરે છે.

ગરદન:

બળબળતા તાપની અસર ગરદન પર પણ પડવાથી ત્વચા કાળી પડી જાય છે. ઇંડાની સફેદીમાં એક ચમચો મધ અને થોડો ઘઉંનો લોટ ભેળવી પેસ્ટ બનાવી ગરદન પર લગાડવું.

સનબર્ન:

સનબર્ન થતાં જ શક્ય હોય તેટલું જલદી ઠંડા પાણીથી સ્નાન કરવું અથવા તો એ ભાગ ધોઇ નાખવો. સનબર્ન પર સાબુ કે બાથ જેલ લગાડવું નહીં. તેમાં રહેલા રસાયણોથી ત્વચા પર વધુ બળતરા થવાની શક્યતા છે.

ઠંડા પાણીથી સ્નાન ન કરી શકાય તો, બરફ એ ભાગ પર લગાડવો. ફ્રિજરમાં રાખેલી પાણીની બોટલ સાથે રાખવી સનબર્ન થતાં જ તે બોટલમાંનું પાણી સનબર્ન પર છાંટવું.

એલોવીરા જેલ અથવા તેનો પલ્પ લગાડવો. તે ઈન્ફેકશન, બળતરાઅને `દુખાવાને ઓછું કરે છે. એલોવીરના એક-બે કલાક ફ્રિજમાં રાખીને લગાડવું. એક કપ જવનો લોટ, એક કપ દૂધ, બે ચમચા મધ, બે ચમચા એલોવીરા જેલ સઘળું મિક્સ કરવું જરૂર પડે તો પાણી ઉમેરવું. મધ એન્ટિસેપ્ટિકનું કામ કરશે, જવમાં એન્ટીઇફ્લેમેટરી ગુણ છે.

દૂધમાં મનને શાતા આપવાની શક્તિ તેમજ એલોવીરમાં દર્દીની સામે લડવાની ક્ષમતા છે. સનબર્નને ઓછું કરવા પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને પ્રભાવિત હિસ્સા પર મોઇશ્ચરાઈઝર લગાડવું. સફેદ અથવા એપલ સાઇડર વિનેગરને સ્પ્રે બોટલમાં ભરી સનબર્ન પર સ્પ્રે કરવું.

ચરબીયુક્ત દૂધને સનબર્ન પર ૨૦ મીનિટ લગાડી રાખી સ્નાન કરવું. અથવા તો સ્નાનના પાણીમાં દૂધ ભેળળવું.દૂધમાંની ફેટ સનબર્નને દૂર કરવામાં સહાયક છે. સનબર્ન પર ઉપયોગ કરાતું દૂધ ફેટયુક્ત હોવું મહત્વનું છે. પિપરમિંટ ટીને ફ્રિઝમાં ઠંડી કરી સ્પ્રે બોટલમાં ભરીને સનબર્ન પર સ્પ્રે કરવી.

વાસ્તવમાં ચામાં જે ટેનિક એસિડ હોય છે તે સનબર્નમાં રાહત આપવામાં સક્ષમ છે.

– જયવિકા આશર

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *