Mozilla Thunderbird Launches Full Fledged Open Source Email Service
Mozilla Thunderbird Launches Full Fledged Open Source Email Service

જીમેઈલને ૨૧ વર્ષ પછી આખરે મજબૂત હરીફ મળશે – મોઝિલા થંડરબર્ડ

આ મહિનાની શરૂઆતમાં જીખેલાને રવર્ષથ વર્ષ ૨૦૦૪માં પહેલી તારીખે ગૂગલ કંપનીએ જીમેઇલ સર્વિસ લોન્ચ કરી ત્યારે તેને ઘણા લોકોએ એપ્રિલ ફૂલની મજાક ગણી લીધી હતી. ૧ એપ્રિલ ૨૦૦૪માં લોન્ચ વખતે જીમેઇલે એક ધડાકે તેના હરીફ કરતાં ૨૫૦ કે ૫૦૦ ગણી વધુ સ્પેસ આપીને લોકોને પોતાની તરફ વાળવાનું શરૂ કર્યું હતું.

બિલકુલ ક્લીન યુઝર ઇન્ટરફેસ એ જીમેઇલની વધુ એક ખાસિયત હતી. સમય સાથે ગૂગલે વધુ ને વધુ સ્પેસ આપતા રહેવાનું ચાલુ રાખ્યું અને ખાસ તો તેમાં સતત નવી નવી સગવડો પણ ઉમેરવાનું ચાલુ રાખ્યું તેને કારણે લોકોને જીમેઈલ માફક આવી ગયું.

આ ૨૧ વર્ષમાં સમય ઘણો બદલાઈ ગયો છે. સોશિયલ મીડિયા અને ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સના યુગમાં પણ જીમેઇલનો દબદબો હજી ટકી રહ્યો છે. જીમેઇલની એ સમયની હરીફ જેવી યાહુ કે અન્ય ઇમેઇલ સર્વિસ સાવ ખોવાઈ ગઈ છે.

હવે લોકો કાં તો ઇમેઇલ સર્વિસ પ્રોવાઇડર જીમેઈલનો ઉપયોગ કરે છે અથવા ઓફિસમાં આઉટલૂક જેવી ઇમેઇલ ક્લાયન્ટ સર્વિસનો, જેમાં પાછો ઉપયોગ તો જીમેઇલનો જ થાય! આ ઇમેઇલ સર્વિસ પ્રોવાઇડર અને ઇમેઇલ ક્લાયન્ટ સર્વિસમાં ઘણા લોકો ગૂંચવાય છે.

મોઝિલા થંડરબર્ડ તરફથી હવે એક ફુલફલેજ્ડ, ઓપન સોર્સ ઈમેઈલ સર્વિસ આવી રહી છે.

Mozilla Thunderbird Launches Full Fledged Open Source Email Service
Mozilla Thunderbird Launches Full Fledged Open Source Email Service

હકીકતમાં વાત સાદી છે, જીમેઇલ ગૂગલ તરફથી મળતી. ફુલફ્લેજ્ડ ઇમેઇલ સર્વિસ છે, જ્યારે ઇમેઈલ ક્લાયન્ટ ઇમેઇલ માટેના બ્રાઉઝર જેવો એક સોફ્ટવેર છે, જેમાં આપણે જુદી જુદી ઇમેઇલ સર્વિસનો ઉપયોગ કરી શકીએ. જીમેઈલ સર્વિસ લોન્ચ થઈ એ જ અરસામાં મોઝિલા ફાયરફોક્સ તરફથી ‘થંડરબર્ડ’ નામે એક ઇમેઇલ કક્લાયન્ટ લોન્ચ થયો હતો. એ હજી પણ અમુક ચોક્કસ સેગમેન્ટમાં પોપ્યુલર છે.

હવે સમાચાર છે કે એ જ મોઝિલા ફાયરફોક્સ જીમેઇલ જેવી જ એક નવી ઇમેઇલ સર્વિસ લોન્ચ કરવાની તૈયારીમાં છે-થંડરમેઈલ! વાસ્તવમાં કંપની થંડરબર્ડ પ્રો નામે, જુદી જુદી સર્વિસનો એક આખો સ્યુટ લોન્ચ કરવાની તૈયારીમાં છે.

થંડરમેઇલ તેનો એક ભાગ હશે. મોઝિલા યુઝરની પ્રાઇવસી જાળવવા માટે સૌથી વધુ જાણીતી છે. તેની નવી સર્વિસમાં એ જ તેની ખાસિયત રહેશે. આ નવી મેઇલ સર્વિસ ફ્રી અને પેઇડ એમ બંને પ્રકારે લોન્ચ થશે.

તમે જોડાવામાં રસ હોય તો https://thundermail.com/ પર વિશલિસ્ટ જોઈન કરો.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *