આજકાલ, સોશિયલ મીડિયા ફિટનેસ ગુરુઓથી ભરમાર થઇ ગઇ છે. ઉપવાસ સંબંધિત ટિપ્સ ખૂબ જ ઝડપથી વાઇરલ થાય છે. આ વિચારસરણી સાથે, ઘણા લોકો ભૂખ્યા રહીને, લાંબા સમય સુધી ડાયટિંગ કરી ને અથવા ઉપવાસના વલણને અનુસરીને પોતાનું શરીર બગાડે છે. ઉતાવળમાં વજન ઘટાડવું અને ભૂખ્યા રહેવાથી શરીર બીમાર થઈ શકે છે.
નેશનલ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એક્ઝામિનેશન સરવેના તાજેતરના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે દિવસના ફક્ત 8 કલાક કે તેથી ઓછા સમય દરમિયાન ખાવાથી હૃદય રોગના કારણોથી મૃત્યુનું જોખમ 91% વધારે છે. આ ઉપરાંત લોકોમાં માથાનો દુઃખાવો અને ઊંઘની સમસ્યાઓ પણ જોવા મળી છે.
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 4થી 21 દિવસ સુધી ઉપવાસ કરનારા 15 ટકા લોકોને ઉપવાસ દરમિયાન ઊંઘની સમસ્યાનો અનુભવ થયો હતો.

ફાસ્ટિંગ પછી સામાન્ય આહાર લો છો, તો વજન ઝડપથી વધે છે
ભૂખ્યા રહેવાથી શરીર થોડા દિવસો માટે ઓછી કેલરીનો સામનો કરે છે, પરંતુ જેમ જેમ વ્યક્તિ સામાન્ય ખોરાક ખાવાનું શરૂ કરે છે, તેમ તેમ વજન ઝડપથી વધે છે. કારણ કે શરીરનું ચયાપચય ધીમું પડી જાય છે. શરીર ઓછી ઉર્જા ખર્ચવા માટે ટેવાઈ જાય છે.
નબળાઇ, થાક લાગે છે, તો સ્નાયુઓને નુકસાન
જ્યારે શરીર ભૂખ્યું હોય છે. ત્યારે તે સૌ પ્રથમ ચરબીમાંથી ઊર્જા લે છે. જ્યારે તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહો છો. ત્યારે તમારું શરીર ઊર્જા ઉત્પન્ન કરવા માટે સ્નાયુઓ તોડવાનું કરે છે. આનાથી નબળાઈ આવે છે.
ફાસ્ટિંગનું વિજ્ઞાન જાણો… શરીરમાં આ ફેરફારો થાય છે
હ્યુમન ગ્રોથ હોર્મોનઃ ઉપવાસ કરતી વખતે આ હોર્મોનનું સ્તર વધે છે. આ વજન ઘટાડવા અને સ્નાયુઓના વિકાસમાં મદદ કરે છે.
ઇન્સ્યુલિનઃ ઉપવાસ કરવાથી ઇન્સ્યુલિનનું સ્તર ઘટે છે અને શરીરની ઇન્સ્યુલિન પ્રત્યે સંવેદનશીલતા વધે છે. આનાથી ચરબી બાળવાનું સરળ બને છે.
કોષીય સમારકામઃ ઉપવાસ દરમિયાન શરીરના કોષો પોતાને સુધારવાનું શરૂ કરે છે. આમાં. કોષો તેમની અંદર સંચિત ખરાબ અથવા નકામા પ્રોટીનને સાફ કરે છે.
જનીન અભિવ્યક્તિ: ઉપવાસ ચોક્કસ જનીનોની કાર્ય કરવાની રીતમાં ફેરફાર કરે છે, જે રોગને રોકવામાં મદદ કરી શકે છે.