Simple Habits for a Healthy Life
Simple Habits for a Healthy Life

સ્વસ્થ જીવન જીવવાની મહત્વની વાતો

સ્વસ્થ જીવન એક જ દુર્લભ વસ્તુ નથી. જો થોડું ખાવા પીવા ઉપર એટલે કે આહાર અને રોજિંદી આદતોમાં નાના નાના ફેરફાર જ જીવનને આરોગ્યમય બનાવી શકે છે.

આવો આજે જાણીએ એવી સામાન્ય પણ અસરકારક વાતો જેને રોજ જિંદગી જીવનમાં ઉતારવામાં આવે તો આપણું શરીર અને મન બંને તંદુરસ્ત અને શક્તિશાળી રહે.

આજના ઝડપી અને આધુનિક જીવનશૈલીમાં આપણે આરોગ્ય માટે સમય કાઢી શકતા નથી. પરંતુ થોડી સરળ આદતો આપણા દૈનિક જીવનનો હિસ્સો બની જાય તો શારીરિક અને માનસિક શાંતિ બંને મળે.

સવારે ઊઠ્યા પછીનું પાણી પીવું હોય કે જમ્યા પછી થોડું વર્જાસન માં બેસવું – આવી નાની નાની બાબતો આપણા જીવનમાં મોટા ફેરફારો લાવી શકતી હોય છે. તો ચાલો હવે આપણે સમજીએ એવી જીવન શૈલી જે હૃદયથી લઈ હાંસલ સુધી આરોગ્ય ભરી શકે.

Simple Habits for a Healthy Life
Simple Habits for a Healthy Life

આ વાતો જીવનભર તમારું આરોગ્ય સાચવી શકે છે

પાણી :

સવારે પ્રાતઃકાળે ઊઠી એક-બે ગ્લાસ પાણી પીવું. તાંબાના વાસણમાં રાખેલું પાણી વધુ ફાયદાકારક છે. દિવસમાં દર બે કલાકે એક ગ્લાસ પાણી પીવું. સંપૂર્ણ દિવસ દરમિયાન આઠ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. પેશાબ કરતા પૂર્વે પણ પાણી પીવું મહત્વનું છે.

વ્યાયામ:

દિનચર્યા પતાવી ૩૦ મીનિટ સવારે ચાલવા જવું અથવા તો જોગિંગ કરવું. યોગાસન, પ્રાણાયમ, સૂર્યનમસ્કાર,સ્વિમિંગ જેવી કસરત કરવી.

ભોજન :

  • ખોરાક ધીરે ધીરે ચાવીને ખાવો.
  • ભરપેટ ભોજન કરવું નહીં, થોડું પેટ ખાલી રહે તે જ લાભકારી છે.
  • સવારનું ભોજન બપોરના ૧૨ વાગ્યા પહેલા અને રાતનું ભાણું સાંજના સાત વાગ્યા સુધીમાં લેવું જોઈએ.
  • બે ભોજન વચ્ચેનો ઓછામાંઓછો સાત કલાકનો ગાળો હોવો જોઈએ.
  • ઓછી ચરબી ધરાવતું તેલ ઉપયોગમાં લેવું.
  • ભોજનમાં મોસમી રોટલી, દાળ અથવા કઠોળ, શાક, સલાડ, દાળ, કોથમીર-ફુદીનાની ચટણી, સૂપ તેમજ ભાતનો સમાવેશ કરવો.
  • શક્ય હોય તો બ્રેકફાસ્ટ વ્યવસ્થિત હોવો જોઈએ. કહેવાય છે કે સવારનું ભાણું અમીર જેવું અને રાતનું ભાણુ ગરીબ જેવું હોવું જોઈએ. મતલબ કે રાતના સાદું ભોજન ખાવું જોઈએ.
  • ચાના સ્થાને મધ તથા લીંબુ પાણી, તેમજ દૂધના સ્થાન દહીં-છાશનો સમાવેશ કરવો. સાકરના સ્થાને ગોળ હોવો જરૂરી છે.
  • ભોજન બાદ પેશાબ કરી ૫ થી ૧૫ મીનિટ વર્જાસનમાં બેસવું.
  • થોડા સખત ગાદલા તેમજ પાતળા તકિયા સુવા માટે ઉપયોગમાં લેવા.
  • સૂતા પહેલા ચિંતાઓથી મુક્ત થઈ શાંતિથી સૂઇ જવું.
  • રોજિંદા આહારમાં મીઠું, સાકર, મરચું, મસાલા, ઘી, આઈસ્ક્રીમ વગેરેનો મર્યાદામાં સેવન કરવું.
  • ધૂમ્રપાન, શરાબતેમજ નશીલા પદાર્થોના સેવનનો ત્યાગ કરવો.
  • વગર ભૂખે ભોજન કરવું નહીં. પેટ એ ડબો નથી કે સમય થાય એટલે ભરી દેવો જોઇએ. સરખી કુદરતી ભૂખ લાગે ત્યારે જ ભોજન કરવું.
  • મેંદો, સાકરનું વધુ પડતુ પ્રમાણ, પોલિસ કરેલા ચોખાનું વધુ પડતુ સેવન હાનિકારક છે.
  • ભોજન કરતાં વચ્ચે પાણી પીવું નહીં. ભોજનના અડધો કલાક પહેલા અથવા તો એક કલાક પછી જ પાણી પીધું.
  • મોડી રાતના ભારી ખાવાનું ખાવું તેમજ મોડી રાત સુધી જાગવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
  • દિવસમાં એક વાર હુંફાળા પાણીમાં મીઠું ભેળવી કોગળા કરવા.
  • સવારે તથા રાતના સૂતા પેહાલ ત્રિફલાના પાણીથી આંખો ધોવી.
  • પેટ સાફ રાખવું. તેના માટે હિસબગુલ, હરડે જેવા જે ફાકી કે પદાર્થો માફક આવતા હોય તે લેવા.
  • સવારે મોઢામાં પાણી ભરી ફુલાવવું તેમજ આંખ પર પાણીની છાલક મારવી. દિવસમાં એક વાર ખડખડાટ હસવું તેમજ ગીત ગાવું.
  • શાક તથા ફળને બરાબર ધોઈને જ ઉપયોગમાં લેવા.

– મીનાક્ષી તિવારી

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *