ઈલેક્ટ્રોલાઈટ્સ એટલે પાણીમાં ઓગળી ખનીજ મિનરલ્સ)કે નમક(મીઠું) આપણા અસ્તિત્વને ટકાવી રાખવામાં ઈલેક્ટ્રોલાઈટસ અત્યંત મહત્ત્વની કામગીરી કરે છે.આપણા શરીરમાં તે ઈલેક્ટ્રિસિટીનું સંચાલન કરે છે.
શરીરના સ્વસ્થ કામકાજ માટે તે અત્યંત જરૂરી છે.ટૂંકમાં, ઈલેક્ટ્રિક ચાર્જ (આવેગ-કરન્ટ)ધરાવતાં ખનીજ એટલે ઈલેક્ટ્રોલાઈટસ. લોહી અને શરીરનાં કેટલાંક પ્રવાહીમાં ઈલેક્ટ્રોલાઈટસ હોય છે.
ઈલેક્ટ્રોલાઈટસ એવા આયનો (ઈલેક્ટ્રિક ચાર્જ સાથેનો અણુ કે પરમાણુ) છે જે ઈલેક્ટ્રિક ચાર્જનું વહન કરે છે. શરીરની વિવિધ મહત્વની કામગીરી તે સંભાળે છે. શરીરમાં એસિડની સમતુલા જાળવવામાં પણ તે સહાય કરે છે.
જ્ઞાનતંતુ અને સ્નાયુઓનું નિયમન પણ ઈલેક્ટ્રોલાઈટસ કરે ७. માનવ શરીરમાં જોવા મળતા ઈલેક્ટ્રોલાઈટસમાં ક્લોરાઈડ, પોટેશિયમ અને સોડિયમનો સમાવેશ થાય છે. શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જાળવવામાં પણ ઈલેક્ટ્રોલાઈટસ મહત્વની કામગીરી કરે છે.
ઈલેક્ટ્રોલાઈટસનું પ્રમાણ વધી જાય ત્યારે તેનું યોગ્ય પ્રમાણ જાળવવા કિડની વધારાના ઈલેક્ટ્રોલાઈટસનું ઉત્સર્જન(શરીર બહાર ફેંકી દે છે) કરી નાખે છે. પણ આ રીતે ગુમાવેલા ઈલેક્ટ્રોલાઈટસની ઓછપ પૂરી કરવા તમારે કદાચ નુ અત કરવા પણ તો ઠીક પરંતુ સ્નાયુઓના સંકોચન જેવી ક્રિયા માટે ય ઈલેક્ટ્રોલાઈટસ જરૂરી છે.
શરીરની કામગીરી યોગ્ય રીતે થાય તે માટે ઈલેક્ટ્રોલાઈટસનું યોગ્ય પ્રમાણ જળવાય તે જરૂરી છે. પોર્ટેશિયમ કે સોડિયમ જેવા મિનરલ્સનું પ્રમાણ વધુ હોય કે તેની ઉણપ હોય તો ડિહાઈડ્રેશન(શરીરમાંથી પાણી ઘટી જવું) અને આરોગ્યની અન્ય સમસ્યાઓ થઈ શકે છે.

તદ્દન પ્રાકૃતિક સ્વરૂપે ઈલેક્ટ્રોલાઈટસ મળે તેવા કેટલાક ખાદ્યપદાર્થ આ મુજબ છે:
૧) કેળાં : કેળાંમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ હોય છે. ઈલેક્ટ્રોલાઈટસના કુદરતી સ્રોત કેળાં ખાવાથી આંચકી(સ્નાયુઓનું ખેંચાણ)અને થાકને ટાળી શકાય છે.
૨) નાળિયેર પાણી : તાજા નાળિયેર પાણીમાંથી મહત્ત્વના બધા ઈલેક્ટ્રોલાઈટસ મળી રહે છે. વાસ્તવમાં તે શરીરની પાણીની અછત (નિર્જલિકરણ)ને દૂર કરવા સાથે એનજી ડ્રિન્ક તરીકે અસર કરે છે.
૩) ભાજી : લીલાછમ પાંદડાંવાળી વિવિધ ભાજીમાં વિપુલ પ્રમાણમાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ હોય છે. ઈલેક્ટ્રોલાઈટસની જરૂરિયાત પૂરી કરવા આહારમાં ભાજીનો સમાવેશ અચૂક કરો.
૪) ફળ અને શાક : કેટલાંક ફળ અાંથી, મેગ્નેશિયમ, પોટેશિયમ અને એવા પ્રમાણમાં મળે છે. જેમકે શક્કરીયાંમાં પોટેશિયમ તો ભીંડામાં મેગ્નેશિયમ વિપુલ માત્રામાં હોય છે. આવાં ફળ/શાક કુદરતી ઈલેક્ટ્રોલાઈટસના સ્રોત છે.
૫) નટ બટર : ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને સોડિયમ જેવાં ખનીજ તત્વો નટ બટર (અખરોટના માખણ)માંથી મળે છે. તેના સેવનથી જરૂરી ઈલેક્ટ્રોલાઈટસ મળી રહે છે.
૬) નમક : વધુ પડતું નમક(મીઠું) ખાવાથી આરોગ્યની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેમ છતાં મીઠામાં સોડિયમ હોવાથી તેનો સમાવેશ ખોરાકમાં થાય તે જરૂરી છે. નમકીન ખાદ્યપદાર્થમાંથી ઈલેક્ટ્રોલાઈટસ મળી શકે પણ વધારે પ્રમાણમાં ન ખવાય તે તે ધ્યાનમાં રાખજો.
૭) તરબૂચ : તરબૂચ (કલિંગર)ની ચીરી કે તેનું શરબત આપણને તરોતાજા કરે છે એટલું જ નહીં પણ તે હાઈડ્રેશન (જલી,કરણ-શરીરમાં પાણીનું પ્રમાણ વધારવું) અને ઈલેક્ટ્રોલાઈટસનો ઉત્તમ સ્રોત છે. તેમાંના પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિય તેને સ્વાદિષ્ટ બનાવે છે અને શરીરમાંથી આ મિનરલ્સની ઉણપ કુદરતી રીતે દૂર કરે છે.
૮) સંતરાં : આ રસાળ ફળ પોટેશિયમ અને વિટામિન સીથી એકદમ લચેલું છે. એકંદર સ્વાસ્થ્ય માટે સંતરાં ગુણકારી છે. સીધા કે રસના સ્વરૂપે તે ઈલેક્ટ્રોલાઈટસ મેળવવા માટેનું ઉત્તમ ફળ છે.
૯) લીંબુ પાણી : ખૂબ સહેલાઈથી તૈયાર કરાતું લીંબુ શરબત પોટેશિયમ અને મેગ્નેશિયમ મિનરલ્સ આપે છે. આ શરબત પીતાં વેંત શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ આવે છે.
૧૦) કાકડી : પુષ્કળ પાણી ધરાવતી કાકડી પોટેશિયમ મિનરલનો ઉત્તમ સ્રોત છે. ગરમીના દિવસોમાં પરસેવા વાટે શરીરમાંથી પાણી ઓછું થાય ત્યારે કાકડી ગુણકારી નીવડે ७.
૧૧) ચિયા સિડસ : ચિયા બીજ પાણીમાં પલાળી રાખીને ચિયા જેલ તૈયાર કરી શકાય જે હાઈડ્રેશન અને ઈલેક્ટ્રોલાઈટસની જરૂર પૂરી કરી શકે છે. આ બીજમાં પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ પ્રચુર પ્રમાણમાં હોય છે જે ખૂટતા ઈલેક્ટ્રોલાઈટસ આપણને આપે છે. શરીરની અનેક આવશ્યક કામગીરી માટે ઈલેક્ટ્રોલાઈટસ જરી છે. એને વિદ્યુત ચાલક કંડક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે.
સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ક્લોરાઈડ, બાયકાબીનેટ, ફોસ્ફેટ વગેરે ઈલેક્ટ્રોલાઈટસના પ્રકારો છે. શરીરમાં ઈલેક્ટ્રોલાઈટસની સમતુલા જળવાય તે જરૂરી છે. આ સમતુલા ખોરવાય તો અશક્તિ, સ્ટ્રોક અને હૃદયના ધબકારાની અનિયમિતતા જેવી તકલીફો થઈ શકે.
શરીરમાં ઈલેક્ટ્રોલાઈટસનું પ્રમાણ કેટલું છે તે જાણવા ઈલેક્ટ્રોલાઈટસ ટેસ્ટ કરાવી શકાય છે. આરોગ્યની જાળવણીમાં આહારનું મહત્ત્વ અને યોગદાન કેટલું એ જાણવા માટે વર્ષોથી સંશોધનો થતાં રહ્યાં છે.જેના નીચોડ રૂપે ક્યાં વિટામિન્સ, મિનરલ્સ સીધેસીધાં ખોરાકમાંથી મળે તેની એક માર્ગદર્શિકા તૈયાર થતી રહી છે.
એ માર્ગદર્શન મુજબ ફેક્ટરીઓમાં રસાયણમાંથી બનેલાં ટોનિકને બદલે ખાદ્યપદાથીમાંથી પ્રાકૃતિક સ્વરૂપે ઈલેક્ટ્રોલાઈટસ મેળવીએ, સ્વસ્થ રહીએ અને ‘પહેલું સુખ તે જાતે નયી’ કહેવતને ચરિતાર્થ કર્યાનો આનંદ લઈએ.
– મહેશ ભટ્ટ