Anant Ambani's padyatra
Anant Ambani's padyatra

અનંત અંબાણીની પદયાત્રા આસ્થા અને અનુભૂતિની સફર

  • જામનગરથી દ્વારકાનું ૧૭૦ કિમીની અંતર કાપવામાં ગામે ગામ શ્રદ્ધાની જ્યોત જગાવી

ભારત દેશ ધર્મ અને આસ્થાના તાંતણે બંધાયેલો દેશ છે. અહીંયા રહેતી સામાન્ય વ્યક્તિથી માંડીને અબજોની સંપત્તી ધરાવનારા ધનકુબેરો પણ પોતાની આસ્થા અને શ્રદ્ધા માટે કંઈપણ કામ કરતા હોય છે.

તેમાંય અંબાણી પરિવાર કે જે ધર્મ, સંસ્કાર અને પરંપરા તથા સંસ્કૃતિને ખૂબ જ મહત્ત્વ આપે છે તેમના દ્વારા ધાર્મિક કાર્યો કરાવા, ધર્મ સંસ્થાઓને દાન આપવું અથવા તો ધાર્મિક સ્થાનો અને યાત્રાધામોમાં સગવડો ઊભી કરવી તેમનો નિયમિત કચ રહ્યો છે.

આ પરિવારના સભ્ય અનંત અંબાણી દ્વારા તાજેતરમાં ગુજરાતમાં શ્રદ્ધાની જ્યોત જગાવવામાં આવી છે. અનંત અંબાણી દ્વારા તેમના વતન ભ્રમનગરથી દ્વારકા સુધી પદયાત્રા શરૂ કરવામાં આવી છે. આ પદયાત્રા પૂરી થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે પણ આ પદયાત્રાએ ભારતીય યુવાનો અને દુનિયાભરના લોકોમાં ચર્ચા જગાવી દીધી છે.

દેશના સૌથી ધનિક વ્યક્તિના પુત્રની પ્રામાણિકતા, પ્રેમ અને સરળતાનું વધુ એક ઉદાહરણ.
દેશના સૌથી ધનિક વ્યક્તિના પુત્રની પ્રામાણિકતા, પ્રેમ અને સરળતાનું વધુ એક ઉદાહરણ.

૨૯ વર્ષના અનંત અંબાણી દ્વારા શ્રદ્ધા અને ભક્તિનું ઉદાહરણ પૂરું પાઠવાની સાથે સાથે ભારતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા એવા પદયાત્રાને અપનાવવામાં આવ્યું છે. કરોડોની કિંમતની ગાડીઓ અને સેવાઓ ધરાવનાર વ્યક્તિ ખાસ કરીને યુવાન જ્યારે પદયાત્રા દ્વારા ઈષ્ટદેવના દરબારમાં જવાનું નક્કી કરે તો તે માત્રને માત્ર શ્રહા જ હોઈ શકે.

અનંત અંબાણી દ્વારા રાતના સમયે આઠ કલાક સુધી દરરોજ ૨૦ કિ.મી ચાલીને દ્વારકા જવાનું નક્કી કરાયું છે. તેમની આ આસ્થાની અપ્રતિમ યાત્રા તેમના ૩૦મા જન્મદિવસની આગલી સાંજે એટલે કે ૮ એપ્રિલે પૂરી થશે. તેઓ ૧૭૦ કિ.મીનું અંતર કાપીને દ્વારકા પહોંચશે અને દ્વારકાધિશના ચરણોમાં જન્મદિવસે શીય નમાવશે.

શારીરિક મુશ્કેલીઓ સામે આસ્થાનો વિજય

અનંત અંબાણી દ્વારા જે પદયાત્રા કરવામાં આવી રહી છે તે માત્ર એક પદયાત્રા નથી. આ યાત્રા દ્વારા તેઓ દેશની જનતા અને ખાસ કરીને પોતાના વતનની આસપાસના લોકો સાથે જોડાયેલા રહ્યા છે. તેમની પદયાત્રા દરમિયાન સતત હાર કાવિશના ભજનો અને હનુમાન ચાલિસાની ધૂન ચાલતા રહે છે.

આ ઉપરાંત વિવિધ ભજનો અને દેવી કવચની સ્તુતિ પણ પદયાત્રા દરમિયાન કરવામાં માવી રહી છે. તેઓ પોતે ભજનો ગાતા જાય છે અને લોકો તેમની સાથે જોડાતા જાય છે. રસ્તામાં આવતા ગામના લોકો તેમની સાથે જોડાય છે અને અઢિતિય માસ્થાની અનુભૂતી કરે છે. મનંત અંબાણી કુશિંગ સિન્ડ્રોમથી પીડાય છે, તેમનામાં હોર્મોનમાં ઘણા ચેન્જ આવે છે તથા અસ્થમાથી તેઓ પીડાય છે અને ફેફસાંની પણ બીમારી છે.

આ તમામ શારીરિક મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓ પોતાની આસ્થાના જોરે પદયાત્રા કરે તે પરિવારના સંસ્કારો અને ભારતીય સંસ્કૃતિની સાચી છાપ છોડી રહ્યા છે.

ધર્મની સાથે સાથે જનસેવા અને જીવદયા માટે પણ જાણીતા

અનંત અંબાણી માત્ર ધર્મમાં આસ્થા ધરાવે છે આને ધાર્મિક સ્થાનોની મુલાકાત લે છે તેવું નથી. તેઓ સતત જનસેવા અને જીવદયા માટે પણ કામ કરતા રહે છે. થણા પ્રસંગે તેઓ સાધુ-સંતોની સેવા કરતા, જરૂરિયાતમંદોની મદદ કરતા અને તેમને ભોજન કરાવતા જોવા મળ્યા છે.

આ ઉપરાંત મહત્ત્વની વાત એ છે કે, જામનગરમાં ઘણા સમય પહેલાં તેમણે એક નાનકડુ ગુ બનાવ્યું હતું જેમાં કેટલાક પ્રાણીઓની સારસંભાળ કરવામાં આવતી હતી. ત્યારબાદ વનતારાનું નિર્માણ કરવામાં આવ્યું. દુનિયાભરના પ્રાણીઓને સાચવતું અને કુદરતી વાતાવરણ પૂરું પાડતું આ સેન્ટર ભાવદયાનું ઉત્તમ ઉદાહરણ છે.

તે ઉપરાંત નોંધવા જેવી વાત એ છે કે, પદયાત્રા દરમિયાન તેમણે મરથીઓને કતલખાને લઈ જતો એક ટેમ્પો રોકયો હતો અને તમામ મરલીઓના પૈસા આપીને તેમનો જીવ બચાવી લીધો હતો. આવા તો અનેક પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવ્યા છે જે સાચા સંવેદનશિલ વ્યક્તિની નિશાની છે.

સનાતની સંતો અને સમાજનો પણ અનંતને સાથ મળ્યો

અનંત અંબાણી દ્વારા શરૂ કરવામાં આવેલી પદવબા ખરેખર લોકોને સ્પર્શી રહી છે. દરરોજ રાત્રે હજારો લોકો અનંત અંબાણીને જોવા તથા તેમના આ આસ્થાન યશમાં જોડાવા માટે ઉમટી પડે છે.

રસ્તામાં આવતા ગામ અને શહેરોના લોકો તથા સંસ્થાઓ આવીને અત્યંત મંબાણીનું સન્માય કરે છે, તેમને દ્વારકાધિશની તસવીર આપે છે. તેમની આ યાત્રામાં ભાગેશ્વર ધામના મહંતા ધિરેન્દ્ર શાસ્ત્રી પણ જોડાયા હતા.

તેમણે આ અદ્વિતિય અભિગમ માટે અનંત અંબાણીને આશીર્વાદ આપ્યા હતા અને બિરદાવ્યા હતા. આ ઉપરાંત પુષ્ટીમાર્ગના મહંત અને વિષ્ણવાચાર્ય તરીતે જાણીતા રસરાજ મહારાજ પણ આ વાત્રાનો ભાગ બન્યા હતા. તેમણે પણ અહિતિષ અભિગમ બદલ અનંત અંબાણીને બિરદાવ્યા હતા.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *