આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી કાર ચાલી રહી છે. આર્ટિકલ અને કમ્પ્યુટર કોડ લખાઇ રહ્યા છે. હવે માણસો જેવા દેખાતા હ્યૂમનૉઈડ રોબોટ્સ રોજિંદા કામ કરવા લાગશે. રોબોટ્સ AIની મદદથી ચાલે છે. સ્ટાર્ટઅપ વન એક્સના ફાઉન્ડર બર્ટ બોર્નિચને આશા છે કે તેમની કંપનીનો રોબોટ નિઓ વર્ષના અંત સુધી સિલિકોન વેલી, અમેરિકામાં 100 ઘરોમાં પહોંચી જશે.
રિસર્ચ ફર્મ પિચબુક અનુસાર 2015થી રોકાણકારોએ 50થી વધુ નવી કંપનીઓમાં રૂ.61 હજાર કરોડનું રોકાણ કર્યું છે. હ્યૂમનૉઈડ રોબોટ કંપનીમાં ગત વર્ષે રૂ.13700 કરોડનું રોકાણ થયું છે. તેમાં અબજોપતિ ઇલોન મસ્ક અને ટેસ્લાનું રોકાણ સામેલ નથી. મસ્કની કંપની ઑપ્ટિમસ રોબોટમાં રોકાણ કરી રહી છે.
બોર્નિચ અને મસ્ક જેવા આંત્રપ્રેન્યોર વિચારે છે કે એક દિવસ હ્યૂમનૉઈડ્સ રસોડના પ્લેટફોર્મની સફાઈ, ડિશવોશર ખાલી કરવા જેવા ઘરેલુ કામ કરશે. વેરહાઉસમાં પેકેટોનું ટ્રિમિંગ કરશે. ફેક્ટરીમાં કાર બનાવશે.

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટર કેલિફોર્નિયામાં એક મકાન પર પહોંચ્યા, જ્યાં એક રોબોટે દરવાજો ખોલ્યો. હેલો કહ્યું. ઘરના માલિક એન્જિનિયર બોર્નિચે પાણી લાવવા માટે કહ્યું. રોબોટ કિચનમાં ગયો. ફ્રિજ ખોલીને પાણીની બોટલ કાઢી. નાના રોબોટિક હાથો, ઓટોમેટિક કાર્ટ્સ જેવા સાધારણ રોબોટ્સ વેરહાઉસ અને ફેક્ટરીમાં લાંબા સમયથી કામ કરી રહ્યા છે.
હવે કંપનીઓ રોબોટ્સને માણસની જેમ ચાલવાની, વળવાની અને હાથથી કંઈક પકડવાની તાલીમ આપી રહી છે. એઆઈમાં પ્રગતિથી રોબોટ્સ તેજીથી નવી સ્કિલ શીખી રહ્યા છે. નિઓએ સ્કેન્ડેનેવિયન અંદાજમાં હેલો કહ્યું, કારણ કે બોર્નિચના ઘરના બેઝમેન્ટમાં એક ટેક્નીશિયન તેને ઑપરેટ કરી રહ્યો હતો.
કંપની નિઓ જેવા રોબોટ્સનું સંચાલન કરવા માટે કૉલ સેન્ટર્સ બનાવવા માંગે છે. નિઓ રોબોટ સ્વયં ડાઈનિંગ રૂમ અને રસોડા સુધી ચાલીને ગયો હતો. પરંતુ, નિઓ તરફથી ટેકનીશિયન બોલી રહ્યો હતો. તે વર્ચ્યુઅલ રિયલિટી હેડસેડ તેની સાથે ચાલી રહ્યો હતો.
Source: The New York Times