- આણંદના વાઘપુરા ગામે લૂંટેરી દુલ્હન 1.30 લાખ રૂપિયા લઇ બીજાની સાથે ભાગી ગઈ

મોટા અવાજે વાગતું ડીજે… લગ્નમંડપમાં એક તરફ મહેમાનોની અવરજવર, બીજી તરફ રસોડામાં 1500 માણસોની થતી રસોઈ અને વરઘોડા પર સવાર થઈ લગ્ન કરવા થનગની રહેલો યુવક… હમણાં છોકરીવાળા આવશે અને લગ્ન થશે એવી ઘેલછામાં રાચતા યુવક અને તેના પરિવારજનોને છોકરી પક્ષ તરફના બે શખસ (છોકરી બતાવનારા અને લુંટેરી ગેંગના દલાલ) આવીને એમ કહે કે, છોકરી બીજે ભાગી ગઈ.
આણંદ પાસેના વાઘપુરા તાબે બનેલી ઘટનામાં છે. જેમાં રાજસ્થાનના સલોપાટના યુવક રાહુલ પ્રજાપતિ સાથે કુલ મહિલા સહિત પાંચ જણાંએ છેતરપિંડી આચરી છે. આ બાબતે કોઈ પોલીસે ફરિયાદ લીધી નથી. રાહુલને મનીષા નામની છોકરી ગમી ગઈ હતી જેથી બીજા જ દિવસે સગાઈ કરી દઈએ તેમ કહીને તેમની સગાઈ નક્કી કરી નાંખી હતી.
એ પછી યુવકના માતા-પિતા સહિત સગા-વ્હાલાંને જણાવી 5 ફેબ્રુઆરીની દલાલોએ ખર્ચ પેટે રૂપિયા 2.30 લાખ માંગ્યા હતા. પરંતુ તેમની પાસે વ્યવસ્થા ન હોય તેમણે થોડા-થોડાં પૈસા આપીશું તેમ કહીને 1.30 લાખ આપ્યા હતા.
જોકે, લગ્નના દિવસે છોકરી બીજા જોડે ભાગી ગઈ છે તેમ કહીને તેઓએ હાથ ઉંચા કરી દીધા હતા. આજદિન સુધી જીતુ જાદવ, પ્રવિણ ચૌહાણ અને આનંદી અને કથિત તેની પુત્રી મનીષાનો કોઈ પતો નથી. આ અંગે પાંચ લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.