gold price crosses 94000 in ahmedabad
gold price crosses 94000 in ahmedabad

છોડી દો રાહ જોવી – સોનું હવે ₹94,000 પાર!

અમદાવાદ, મુંબઈ, ગુરૂવાર ટેરિફના અમલમાં ૯૦ દિવસ લંબાવામાં આવતા વિશ્વ બજારમાં સોનાના ભાવુ વધી ઔંશ દીઠ ૩૧૦૦ ડોલર પાર કરી ગયા હતા જ્યારે ચાંદીના ભાવ ઔંશના ૩૧ ડોલરની ઉપર ગયાના સમાચાર હતા. આ અહેવાલો પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનું ફરી એકવાર ઉછળીને રૂ.૯૪,૦૦૦ની સર્વોચ સપાટીએ પહોંચી ગયું હતું. અમદાવાદ બજારમાં સોનાના ભાવ બે દિવસમાં રૂ.૨૮૦૦ ઉછળ્યા હતા.

આજે ચાંદીમાં પણ રૂ.૨૦૦૦નો ઉછાળો નોંધાયો હતો મુંબઈ ઝવેરી બજારમાં આજ મહાવીર જયંતી નિમિતે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે વિશ્વ બજાર પાછળ મુંબઈ સોના-ચાંદીના ભાવ ઝડપી ઉછળતા જોવા મળ્યા હતા. વિશ્વ બજાર ઉંચકાતાં ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ રાતોરાત વધી જતાં દેશના ઝડપી બજારોમાં આજે હોલીડે મુડ વચ્ચે ભાવમાં સ્પ્રિંગ જેવો ઉછાળ જોવા મળ્યો હતો અને ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

gold price crosses 94000 in ahmedabad
gold price crosses 94000 in ahmedabad

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૬૦૦ વધી ૯૯૫ના રૂ.૯૩૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૪૦૦૦ બોલાતા કિલોના રૂ. ૨૦૦૦ ઉછળી રૂ.૯૩૦૦૦ બોલાયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૦૫૮ થી ૩૦૫૯ વાળા ઝડપી વધી ઉંચામાં ૩૧૩૨ થઈ ૩૧૨૫ તી ૩૧૨૯ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈગ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ આજે ૧૦૩.૦૩થી ઘટી નીચામાં ૧૦૧.૮૩ થઈ ૧૦૧.૮૮ રહ્યાના સમાચાર હતા.

મુંબઈ કરન્સી બજારમાં પણ આજે બંધ બજારે રૂપિયા સામે ડોલ રના ભાવ રૂ.૮૭.૬૯ વાળા ઝડપી ઘખચી રૂ.૮૬.૧૪થી ૮૬.૧૫ બોલાતા થયાનું જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, ચીન તથા અમેરિકા વચ્ચે ટ્રેડ વોર હવે કેવો વળાંક લે છે તેના પર બજારની નજર હતી.

દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૦૩.૬થી ૩૦.૩૭વાળા વધી ૩૧.૩૧ થઈ ૩૦.૯૬થી ૩૦.૯૭ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં જીએસટી વગર આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૮૯૮૦૦ વાળા રૂ.૯૧૦૦૦ તથા રૂ.૯૦૧૬૧ વાળા રૂ.૯૧૩૫૦લ બોલાઈ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૦૬૬૯ વાળા રૂ.૯૧૬૦૦ રહ્યા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં કોપરના ભાવ આજે ૪ ટકા ઉપાડી હતા. પ્લેટીનમના ભાવ વધી ૯૪૪ થઈ ૯૪૦ ડોલર જ્યારે પેલેડીયમના ભાવ વધી ૯૩૩ થઈ ૯૨૫ ડોલર રહ્યા હતા. કુડતેલમાં બેતરફી ઉછળકુદ દેખાઈ હતી.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *