How Summer Heat Affects Your Body
How Summer Heat Affects Your Body

ઉનાળાની ગરમીનું માનવ શરીર પર અસર: લક્ષણો, જોખમો અને બચાવના ઉપાયો

મનુષ્યના શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્યનો વાતાવરણ સાથે ગાઢ સંબંધ હોય છે. મોસમનું બદલાવું એ કુદરતી સમતોલન માટે જરૂરી છે. ગેરમ વાતાવરણ બે પ્રકારનું હોય છે.

ગરમીમાં અચાનક બહાર નીકળવાથી ત્વચાની રક્તવાહિનીઓ ફેલાઈ જાય છે જેથી શરીરમાંથી ગરમી સહેલાઈથી નીકળે છે. પરસેવો નીકળવાનું શરૂ થઈ જાય છે જેના બાષ્પીભવનને કારણે શરીરમાંની ગરમી ઝડપથી બહાર નીકળે છે. શ્વાસ ઝડપથીપહેલું, ગરમ શુષ્ક વાતાવરણ, જે રણપ્રદેશમાં અથવા ઉત્તર ભારતમાં ગરમીની શરૂઆતમાં જોવા મળે છે. અહીં ઉષ્ણતામાન ૩૫થી ૪૦ ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી જઈ શકે છે.

આવી ઋતુમાં પરસેવો વધુ થાય છે અને જલદીથી સુકાઈ પણ જાય છે. બીજા પ્રકારના વાતાવરણમાં ઉષ્ણતામાન ૩૫થી ૪૦ ડિગ્રી સેન્ટિગ્રેડ રહેતું હોય છે, પરંતુ ભેજનું પ્રમાણ ૭૫ ટકાથી વધુ હોય છે.

How Summer Heat Affects Your Body
How Summer Heat Affects Your Body

ભેજને કારણે પરસેવો સરળતાથી સુકાતો નથી અને જે પરસેવો થાય છે તેમાંથી મીઠું (ક્ષાર) વધારે માત્રામાં નીકળતું હોય છે. આ સમસ્યા ચોમાસામાં પણ જોવા મળે છે.

ગરમીમાં અચાનક બહાર નીકળવાથી ત્વચાની રક્તવાહિનીઓ ફેલાઈ જાય છે જેથી શરીરમાંથી ગરમી સહેલાઈથી નીકળે છે. પરસેવો નીકળવાનું શરૂ થઈ જાય છે જેના બાષ્પીભવનને કારણે શરીરમાંની ગરમી ઝડપથી બહાર નીકળે છે. શ્વાસ ઝડપથી ચાલવા લાગે છે. ભૂખ ઓછી લાગે છે. નાડીના ધબકારા વધી જાય છે. તરસ લાગે છે. પેશાબ ઓછો થાય છે. જો પૂરતું પાણી પીવામાં ન આવે તો શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે. જેનાથી સ્થિતિ ગંભીર બની જાય છે.

ગરમીમાં સતત બહાર ફરવાથી શરીરને પણ અમુક હદ સુધી તેની ટેવ પડી જાય છે. પરસેવો નીકળવાનું પ્રમાણ ઓછું થઈ જાય છે. અપેક્ષા કરતાં ઓછા ઉષ્ણતામાનને કારણે પરસેવો નીકળવાનું શરૂ થઈ જાય છે. પરસેવામાં ક્ષારનું પ્રમાણ ઘટી જાય છે અને વ્યક્તિ ગરમીને સારી રીતે સહન કરવામાં સમર્થ બની જાય છે. તેથી બેચેની ઓછી થાય છે અને કાર્યક્ષમતા વધે છે. ઉનાળામાં જીવાણુઓ સુષુપ્તાવસ્થામાંથી જાગે છે એટલે કે સક્રિય બને છે.

રોગ ફેલાવનારાં કીડાંમંકોડા, માખીઓ, મચ્છર જેવાં જીવજંતુઓ સક્રિય બની જાય છે. તેમની સંખ્યામાં એટલો ઝડપથી વધારો થતો જાય છે કે તેનાથી ચેપી રોગ ફેલાવાની શક્યતા વધી જાય છે. જ્યારે ઉનાળામાં વધુ પવન કે વાવાઝોડું ફૂંકાતું હોય, સૂર્યનાં કિરણો સીધાં પડતાં હોય, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોય તો બાળકો તથા વડીલો આ દિવસોમાં વધુ પડતો શ્રમ કરવાથી, વ્યાયામ કરવાથી, રમવાથી, મોસમ પ્રમાણે વસ્ત્રો ન પહેરવાથી લૂનો ભોગ સરળતાથી બની જતાં હોય છે.

દારૂડિયાઓ, મૂત્રપિંડના દર્દીઓ, ડાયાભિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓમાં પણ ગરમીની ખરાબ અસર થવાની શક્યતા વધારે હોય છે. ઉનાળામાં બેચેની તથા ધાકનો અનુભવ ખૂબ થતો હોય છે. પગમાં સોજા આવવા, પગ જકડાવા તથા પીડા થવી, ચક્કર આવવાં, અળાઈઓ થવા જેવી મુશ્કેલીઓ પણ થાય છે.

સંવેદનશીલ ત્વચાવાળી વ્યક્તિની ત્વચા બળી જતી હોય છે જેને ‘સનબર્ન’ કહેવામાં આવે છે. ઉનાળામાં આ તકલીફો સામાન્ય હોય છે. ખૂબ જ પરસેવો થવાને કારણે શરીરમાં પાણી તથા ખનીજ તત્વો ઓછાં થઈ જવાં, શરીરનું ઉષ્ણતામાન અને બ્લડપ્રેશર ઓછું થઈ જવું. પેશાબનું પ્રમાણ ઘટી જવું. હોઠ તથા મોં સુકાવું, શરીરમાં જાણે જીવ જ ન હોય તેવું લાગવું. આવી તકલીફો ઊભી થાય ત્યારે ઠંડી અને ખુલ્લી હવા આવતી હોય તેવા સ્થળે આરામ કરવો.

ઠંડા પાણીથી સ્નાન કરવું. પૂરતી માત્રામાં પાણી, ઓઆરએસનું દ્રાવણ અથવા અન્ય ઠંડા પીણાં પીવાં. ગ્લુકોઝ પીઓ. ઉનાળામાં પરસેવાની સાથે સોડિયમ ક્લોરાઈડ (મીઠું) બહાર નીકળવાને કારણે તેની ઊણપ ઊભી થાય છે. તેના કારણે ખાસ કરીને પગના સ્નાયુઓમાં ખેંચ, પીડા અને જકડન થતી જોવા મળે છે.

રાત્રે ઊંઘમાં ખલેલ પડે છે. તેથી આવા દર્દીઓએ પોતાનાં ભોજનમાં નિયમિત મીઠાની માત્રા વધારવી. મીઠું અને ખાંડનું શરબત પીવું. આવી મોસમમાં વધારે શ્રમ અથવા કસરત ન કરવી.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *